Friday, January 28, 2011

જટાળો જોગી

જટાળો જોગી

જોગી જટળો હરિના જોષ જુવે છે, સંગમાં ભુશંડી શિવના ચેલા થઇ ફરે છે...

રાજા દશરથ ના ઘરે આનંદ અનેરો, એક છે ઉપાધી આજે બાળ કાં રડે છે...

પરખી શ્ક્યા ના પીડા વૈદ કે હકીમો, લાગેછે લાલાને કોઇની નજરૂં નડે છે..

ગિરિ કૈલાસે થી આવ્યો છે અઘોરી, જાણે છે જંતર જોષી કુંડ્લી કરે છે...

બોલ્યો બાવાજી લાવો લાલો મારી ગોદ માં, ભૂત ને પિશાચો મોટાં અમ થી ડરે છે..

હરિ હર મળિયા ત્યારે જુગતિ અનેરી, કૌશ્લ્યા નો કુંવર હંસતો જોષીડો રડે છે..

માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે..

"કેદાર" ભુષંડી કેરાં ભાગ્ય શું વખાણુ, હરિ કેરાં મુખથી પડેલાં એઠાં જમે છે...

No comments:

Post a Comment