Friday, January 23, 2015

           













          નવધા ભક્તિ 

રાગ ભૈરવી જેવો
ઋષિ માતંગ ની શિષ્યા, પંપા સરોવર પાળ,  એકજ આશા હરિ મળે,  પછી આવે ભલે કાળ..

એક ભરોંસો ગુરુ દેવ નો,  વચન ન મિથ્યા જાય,  કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 

અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી,  
એક ભરોંસો રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..

ભીલડી નવધા ભક્તિ ભણાવું..
તારા મનના ઉચાટ મટાવું...તને....

સંત સમાગમ હરદમ કરવો, કથા કીરતન માં જાવું
ગુરુ પદ પંકજ પૂજા કરવી, કપટ તજી ગુણ ગાવું..

એકજ નાતો હરિથી કરવો, અવર ન ઊરમાં ધરવું
જાતિ પાતી કુલ ધર્મ બડાઈ, સકળ જગત ભૂલી જાવું..

મંત્ર જાપ નિરંતર કરવા,   ભૂધર ભરોંસે ગાવું
સમય કાઢવો હરિના ભજન નો,  સજ્જન ધર્મ સમજાવું...

સકળ જગતને હરિ મય જાણી,  સંત  સવાયું કહેવું
સંતોષી જીવ કપટ તજીને, રામ ભરોંસે રહેવું..

જો ગુણ ભાળું એક પણ એથી,    ભવ તરણી પાર કરાવું
"કેદાર" કરુણાસિંધુ પાર ઉતારે,    ગુણ ગોવિંદ નું ગાવું...

સાર:-દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના ઉત્તર કાંઠે કિષ્કિંધાથી બે માઈલ નૈઋત્યમાં પંપા સરોવર આવેલું છે,  
આ સરોવર પાસે રામની પરમ ભક્ત એક ભીલડી, નામે શબરી રહેતી હતી અને તે પંપા સરોવરને પશ્ચિમ કિનારે રહેતા મતંગ ઋષિની શિષ્યા હતી. મતંગ ઋષિ દેવલોકમાં જતાં પહેલાં શબરીને વચન આપતા ગયેલા કે તને રામ મળશે. જ્યારે લક્ષ્મણ સહિત રામ પધાર્યા ત્યારે એનું પૂજન કરી એમને આશ્રમમાં વનફળો ખાવા આપ્યાં. શબરી ની અનન્ય ભક્તિ જોઇને શ્રી રામ ખૂબજ ખુશ થયા, જ્યારે શબરી પોતે કોઈ જાતની ભક્તિ ની રીત ન જાણતી હોવાનું કહ્યું ત્યારે શ્રી રામે તેને નવ પ્રકારની ભક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ કોઈ કરે તો હું તેને આ ભવ સાગરથી પાર કરિદંવછુ

૧) સંત  સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩)  ગુરુ  સેવા. (૪)  કપટ તજીને ભગવદ
ગુણગાન. (૫)  મંત્રમા નીષ્ઠા. (૬)  અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭)  દરેકમાં ઇશ્વરના દર્શન.
(૮)  જેટલુ  મળે એમા સન્તોષ. (૯)  છળ કપટ વગરનુ જીવન.

પ્રથમ ભક્તિ સંતન કર સેવા, દુસરી રતી મમ કથા પ્રસંગા
ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાપ,ચોથી ભક્તિ પ્રભુ ગુન ગન કરે કપટ તજી ગાન
મંત્ર જાપ પ્રભુ દ્રઢ વિસ્વાસા, પંચમ ભજન વેદ પ્રકાશા,......નિરખ નિરત સજ્જ્ન કર ધર્મા

ફોટો-ગુગલ ના સહયોગ થી

No comments:

Post a Comment