Tuesday, January 24, 2017

જ્યોતિર્લિંગ મહિમા

જ્યોતિર્લિંગ મહિમા

સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્તંભ બની નટરાજ  
વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો, દેવાધી દેવ મહારાજ...

સાખી-સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર...
જ્યોતિર્લિંગનું તેજ અનેરું,   હૂંતો વંદુ વારમ વાર, ...

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી, શિર ધર્યો સર તાજ....તારો મહિમા...

મલ્લિકાર્જુન મહેર ઘણેરી, નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...તારો મહિમા...

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બિરાજે,  સંતો સેવે અપાર...તારો મહિમા...

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર...તારો મહિમા...

સમુંદર તીરે રામેશ્વરજી, રામ તણાં  સરકાર 
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , "કેદાર" કરજો પાર...તારો મહિમા...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

No comments:

Post a Comment