Monday, January 30, 2017

ધનુષ યજ્ઞ 

ધનુષ યજ્ઞ 

મને સમજ પડી ગઈ સારી,
મેં વિપરીત વાત વિચારી...

મેં જાણ્યું’તું મહિપતિ મળશે,
શોભા બનશે ન્યારી.  
મિથિલા મારી ધન્ય બની ને,
જોશે જાન જોરારી...વ

મૈથિલી ને મહા દુખ આપ્યું,
મુખ શકું ના દેખાડી.  
સુનયના ને શું સમજાવું,
નીમી નસીબ વિચારી...

વીર વિહીન વસુ મેં ભાળી,
શું હજુ બેઠાં વિચારી.  
જાઓ સિધાવો વધુ ના લજાવો,
-ભલે- કુંવરી રહેશે કુંવારી..

ક્રોધિત લક્ષ્મણ રામ રિઝાવે,
વિશ્વામિત્ર વિચારી.      
ઊઠો રઘુનંદન કરો ભય ભંજન,
શિવ ધનુ શીશ લગાડી..

હાથી જેવા હેઠાં બેઠાં,
સિંહ ઝટકી કેશવાળી.          
પિનાક પરસી ત્યાં વીજળી વરસી, દિગ્મૂઢ દુનિયા સારી..

વૈદેહી વરમાળ ધરાવે,
શોભા સઘળે ન્યારી.    
" કેદાર " દર્શન નિત નિત પામે,
સીતા રામ સંભારી...

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365

No comments:

Post a Comment