Sunday, January 8, 2017

કેમ સમજાવું ?

કેમ સમજાવું ?

ભરત ને કેમ કરી સમજાવું ?
શા દુ:ખ સાથે વચનો વદી હું, જગ ને કેમ જણાવું..

હું નારી નરપતિ દશરથ ની,
રઘુ કુળ લાજ ધરાવું,  
કૂબડી કેરો જો મર્મ ન જાણું તો, શાને ચતુર કહાવું..

જાણ હતી મુજ ભાગ્ય ભટકશે, જગ માં જુલમી કહાવું,  
છત્ર જશે રઘુ કુળ રઝળશે,
ધિક્ ધિક્ ઘર ઘર થાવું..

અવધ સમાણી અનેકો  નગરી, રામ ચરણ માં ચડાવું 
ઇંદ્રાસન ની આશ ન રાખું,
ધન કુબેર લૂંટાવું..

ભરત સરીખાં સો સો સૂત ને, વૈદેહી પર વારૂં,  
લક્ષ્મણ લાલો મને અતિ વહાલો, શા સુખ વન માં વળાવું..

એક દિલાસો ભક્ત ભરત નો, ત્યાગી તને બિરદાવું,  
કૈકેયી કેરી તેં કુખ અજવાળી, સંત સુત માત કહાવું..

દીન " કેદાર " કૈકેયી કર જોડું, સત સત શીશ નમાવું,  
રઘુવીર કાજે જીવન રોળ્યું,
ગદ ગદ ગુણલા 

No comments:

Post a Comment