Sunday, February 12, 2017

બે વચનો (કૈકેયી ના)

બે વચનો (કૈકેયી ના)

મને રાજ રમત માં ફસાવી,
મને ભોળી ને ભરમાવી...

સંકટ વેળા સંગે રહીને,
બની સારથિ આવી, 
જાણ્યો જ્યારે જીવ જોખમમાં,
બગડી બાજી બનાવી..

સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો,
માનેતી કહી ને મનાવી,
દશ દિવસથી નોબત વાગે,
યાદ મારી કાં ન આવી..

બોલ થકીછો આપ બંધાણા,
રઘુકુળ રીત તમારી. 
આપો વચનો યાદ કરીને,
આજ ઘડી હવે આવી..

ભૂપ ભરત ને રામજી વનમાં,
ચૌદ વરષ દે વિતાવી. 
જરકસી જામા પીતાંબર ત્યાગી, તપસી વેશ બનાવી...

રૂઠી કૈકેઈ ને રાજન રડતાં,
યાદ અંધોની આવી. 
બ્રહ્મના પિતાની કરુણ કહાની,
"કેદાર" કરમે બનાવી...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment