Sunday, February 19, 2017

મારો શિવ

મારો શિવ

જગત દાતા જટા ધારી,
મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોળા ભંડારી,
મને તું મારો લાગે છે...

વસે વૈકુંઠ માં વિષ્ણુ,
અવર આકાશ જઈ બેઠાં
કમળ નાભિ વસે બ્રહ્મા,
શ્મશાને વાસ તારો છે..

કરે ઉચ્ચાર મંત્રો ના,
કરે તપ પામવા ઈશ્વર
શરીરે રાફડા ખડકે,
છતાં ક્યાં પાર પામે છે..

ભલે હો રંક કે રાજા,
ભલે હો ચોર સિપાઈ
ભજે પલ ચાર જો ભાવે,
પ્રસન્ન થઈ દાન આપે છે..

જીવન ભર ના કરે પૂજા,
ઉમર ભર ઈશ ના ભજતો
છતાંએ અંત કાળે તું,        
મસાણે સ્થાન આપે છે..

સમય હો આખરી મારો,
મુકામે પહોંચવા આવું
કરે " કેદાર " તું સ્વાગત,
અરજ બસ એક રાખે છે..

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment