Saturday, February 4, 2017

નવધા ભક્તિ 

નવધા ભક્તિ 

રાગ- હેતુરે વિનાના ન હોય હેત-જેવો

સાખી-ઋષિ માતંગ ની શિષ્યા, પંપા સરોવર પાળ
એકજ આશા હરિ મળે,  પછી આવે ભલે કાળ..

સાખી-એક ભરોંસો ગુરુ દેવ નો,  વચન ન મિથ્યા જાય
કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 

સાખી-અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી
એક ભરોંસો રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..

ભીલડી તને નવધા ભક્તિ ભણાવું..
તારા મનના ઉચાટ મટાવું...તને..

સંત સમાગમ હરદમ કરવો, કથા કીરતન માં જાવું
ગુરુ પદ પંકજ પૂજા કરવી,
કપટ તજી ગુણ ગાવું..

મંત્ર જાપ નિરંતર કરવા,   ભૂધર ભરોંસે ગાવું
સમય કાઢવો હરિના ભજન નો,  સજ્જન ધર્મ સમજાવું...

સકળ જગતને હરિ મય જાણી,  સંત  સવાયા ગણવું
સંતોષી રહી જીવન જીવવું,  અવગુણ કોઈનું ન જોવું....

સરલ સ્વભાવ કપટ નહીં મનમાં, હરદમ હરી ગુણ ગાવું
હરખ શોક કોઈ હૃદયે ન ધરવા, ભક્તિ રસમાં નહાવું..

જો ગુણ ભાળું એક પણ એથી,   નિશ્ચય પાર કરાવું
"કેદાર" કરુણાકર પાર ઉતારે,    ગુણ ગોવિંદ નું ગાવું...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment