Thursday, February 3, 2011

સ્વાંગ

સ્વાંગ

માનવ તારો સ્વાંગ નથી સમજાતો
એક ભજે છે રામ હ્રદય થી, એક ભમે ભરમાતો....

એક કરે નિત શંકર સેવા, ગિરધર ગુણલા ગાતો
પ્રેમે પ્રભુ ના પાય પખાળે, નારાયણ સંગ નાતો...

માત પિતા સુત સંગે મળિ ને, કરતાં વેદ ની વાતો
હરિ હર ને નિત હાર ચડાવે, હૈયે હરખ ન માતો...

એક ની કરણી વિપરીત જાણી, અવળાં કરે ઉતપાતો
હર ને છાંડી હરામ વસે દિલ, પરધન ધૂતિ ધૂતિ ખાતો...

લખ ચોરાશી ના ફેરા ફરતો, ત્યારે માનવ થાતો
સમજુ નર ને યાદ એ આવે, ગાફેલ ગોથાં ખાતો...

ચેત ચેત નર રામ રટી લે, શીદ ને ફરે અથડાતો
દીન "કેદાર" જો સમજ્યો નહિં તો, આંટો અવળો થાતો...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment