Saturday, August 15, 2026


 ૧૬૮, મહા બલિ હનુમાન.


ઢાળ:= છુમ છુમ બાજે ઘુઘરિયા છબ દિખલાએં કાન્હા મેરે ઘર આયે.....જેવો 

તા.૧૨.૮.૨૬


જય બજરંગી હનુમાના, કપીવર શ્રી રામ દુલારે, 

મેરે મનકો ભાયો હનુમંત મેરે મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


બાલા વયસે રૂષિ મુનિ સે ખેલ કિયો બહુ, 

બહુવિધ જબ ઉતપાત મચાયો શ્રાપ દિયો મુનિ શ્રાપ દિયો

સકલ દેવ જબ મિલકર આએ, સારો દોષ મિતાયો બજરંગ, મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


સુગ્રીવ કેરો સંકટ ટારી રામ ચરણ પ્રસાદ દિયો, 

બાલીકા ઉધ્ધાર કરાયા, રુમા મહારાની મિલાઈ દિયો

કિષ્કિન્ધાકા રાજ દિલા કર, સેવક ધર્મ દિખાયો બજરંગ,  મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


માત સિયાકી શુધ્ધ લેને હનુ, સાત સમંદર લાંઘ ગયે, 

મેનાક મનાયો હાથ જોડકર નમ્ર ભાવકો દિખલાઇ ગયે

સિંહિકા સે પરછાઈ બચાયી, છટકે અંજનીકો જાયો...મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


મુષ્ટિકા મારી લંકિની તારિ, નગર લંકા સંધાન કિયો, 

મહેલ અટારી નગર ચૌરાહા, વન ઉપવન નિહાર લિયો

એક ભવન દેખા શુભ આયુધ, હનુમાન મન હરખ ન માયો...મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


વિભીષણને રાહ બતાઈ, સીતાકી શુધ સબ પાઈ, 

તુરંત હનુમંત પહુંચે વાટિકા, માત જાનકી સુખ પાઈ

કરૂણાનિધિકા મર્મ બતા કર, અપનો સબ રાજ બતાયો, મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


અષ્ટ સિધ્ધિ નવ નિધિ ફલ પા કર, લંકા નગર ઉતપાઅત કિયો, 

દશાનન ડારો સૈન્ય પ્રતાડી નગર સકલ સંતાપ દિયો

"કેદાર" કપિવર કાર્ય સફલ કર, રામ ચરણોમે આયો...મનકો ભાયે હનુમંત મેરે મનકો ભાયે


૧૬૭, સ્વામી નામ સમરણ

૧૯.૬.૨૬

જપતાં સ્વામી નારાયણ નામ અમને પ્યારું લાગે છે

પ્યારું લાગે છે અંતરને આનંદ આપે છે...


સહજાનંદ સ્વામી અલખ આરાધવા, ભક્તિ જ્યોત જલાવે      

ગુણાતીત સ્વામી ગુણથી ભરેલા,  અમીરસ ધાર વહાવે

           માનવનો કરવાને ઉદ્ધાર....અમને


સ્વામી બ્રહ્માનંદ આનંદ સાગર, ભક્તિ રસમાં ભીંજાવે (લાડુદાન ગઢવી)

પ્રેમાનંદ દેવાનંદ સ્વામી,  કવિ ગણ કાવ્ય વહાવે

શ્રોતા મન આનંદ આવે અપાર......અમને


હોય ભલે કોઈ આસ્તિક નાસ્તિક, એકજ માર્ગ બતાવે 

આવે સંગતમાં ભાવે કુભાવે, પ્રેમ પ્રવાહ વહાવે

મૂરખ જન પામે પ્રેમ પ્રસાદ...અમને 


"કેદાર" હરિના ગુણલા ગાતાં, મૂઢ મતી પાર ઊતરતો

આજીવન ભલે એળે વિતાવ્યું, ભવ સાગર તરી જાતો

સંતોની સંગત કરીલે ગમાર....અમને....


 

Tuesday, March 10, 2026

૧૬૬,  મન મોહન માધવ

ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન "જબ ચાહ હમારે દિલમેં હે.." જેવો

મન મોહન માધવ બનવારી, બંસી બજાવત હે પ્યારી
જલચર સ્થલચર નભચર મન લોભા, ગોપ ગોપીયન ખોઈ સૂધ સારી....

બ્રિન્દાબનમેં બાંકે બિહારી, મોર મુકુટ કો શિર ધરી
ગલ બૈજન્તી માલા શોભતહે, નયનોમેં સ્નેહ ભંડાર ભરી
અધર કમલ પર મુરલી મનોહર, સુર બહે મંગલકારી......

કમલ નયન કાન્હા આનંદ સાગર, પીતાંબર અંગ અતિ ભાવન હે
સાંવરી સૂરત પર તિલક સજાયો, મંદ મંદ મુસ્કુરાવત હે 
બાજૂબંધ કમર કંદોરા, કાન કુંડલ શોભા ભારી........

અકાસુર બકાસુર હન્તા, પુતના કા ભી સંહાર કિયા
મથુરા નગરકો મોહ લગાયો, કુબજાકા રૂપ શૃંગાર કિયા
મામા કંસકો મુષ્ટિકા મારી,   માત પિતાકે કષ્ટ હારી......

"કેદાર" કન્હૈયા દાસ તુમ્હારો, ભજન ગાતે બીતે જન્મારો
માયા જગતકી મનમે રહે ના, મિટ જાયે સબ જંજારો
અંત સમય હરિ નામ રહે મુખ, નયનો નિરખે છબ પ્યારી...

Sunday, March 8, 2026

૧૬૫, એક આધાર ભજન

૧૬૫, એક આધાર ભજન 
૧૨.૧૨.૨૫.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "હૃદય માં વસ્તુ છે અણમોલી" જેવો.

સુખ આવે જો રામ ભજનમાં, સમજો બેડો પાર, 
                         જીવનનો એક ભજન આધાર....

અંતર મનથી આરાધ કરો હરી, મનમાં મોહન સાકાર
હૃદય કમલ કમલાકર બિરાજે, રોમે રોમ સરકાર....

સુર તાલનો સંગ કરોતો, આનંદ આપે અપાર
સમજ શબ્દોની, લગની લાલની, બ્રહ્મથી એકાકાર...

સાચા મનથી સ્મરણ કરો ત્યારે, ફૂટે ભાવ ફૌવાર
દીન દયાળનું ધ્યાન લાગે તો, વહે અશ્રુની ધાર...

"કેદાર" કરૂણાનિધિ કરુણા કરીને, ખોલે હદયના દ્વાર
હર પલ હરિવર યાદ રાખે પછી,  અળગો કદી ના કરનાર... 

ભાવાર્થ:- સંગીત એક ઈશ્વરનીએવી બક્ષિસ છે કે જીવ માત્રને કે ઝાડ-પાનને પણ આનંદ આપે છે, પણ જો એમાં ભક્તિ ભળે તો એ ભજન બનીને ભવસાગર પાર કરાવી શકે છે, પણ ભક્તિનો દેખાવ નહીં ભાવ હોવો જરૂરી છે. સાથે શબ્દોની સમજ અને સંગીત-તાલ હોય તો વધારે આનંદ આપે, પણ જો અંતરમાં ભક્તિનો ઉમળકો ઊઠે તો આંખમાં ગંગા-યમુના વહેવા લાગે છે, અને આ પરાકાષ્ઠા છે જે ભક્તની ભક્તિનું ઊંડાણ બતાવે છે. સાચા મનથી જ્યારે ભજન થાય ત્યારે હ્રદયમાં ભક્તિના ફુવારા છૂટે અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે, અને ત્યારે કરૂણાનિધિ પોતાના હ્દયમાં આવા ભક્તોને સ્થાન આપે છે, કદી ભૂલતો નથી, માટે ભાવથી ભજન કરો.
જય નારાયણ. 


 

૧૬૪, કાયા પર કઠણાઈ

૧૬૪, કાયા પર કઠણાઈ

આવી હવે કાયા પર કઠણાઈ જી
કાયા પર કઠણાઈ, એનું ઓસડ મળે નહીં કાંય.. આવી કેવી....

આવ્યો બુઢાપો ભાગી જવાની-હવે-કમર કેવી બેવડાય
કંપે કાયા, છૂટે ન માયા, એનો કરવો શું મારે ઉપાય.... 

ફૂલ ગુલાબી ગાલે લાલી, ચહેરા પર ચમકાર
દાડમ કળીસા દાંત મુખમાં, એકે રહ્યા નહીં માંય..... 

હીરો જેવા જુલ્ફાં શિર પર, રાજકુમાર સી ચાલ
ગણ્યા ગાઠ્યા વાળ વધ્યા છે, રક્ત રહ્યું નહીં કાંય...

તેજ વિહોણી આંખો આજે, એનક એક આધાર
જીભલડી હવે ફગ ફગ થાતી, લવો વળે ના જરાય... 

માટે-ભજન કરીલે રામ રટીલે, આ તો ક્રમ કુદરતનો કહેવાય
"કેદાર" કાલે જાશે જુવાની, પછી પાછું કેમે ના વળાય...


 

૧૬૩, કાનુડાની કળા

૧૬૩, કાનુડાની કળા
૧૦.૧૨.૨૫
કાનુડાની કળા અનેરી રે, એ તો કોઈને સમજમાં ન આવ્યું
કાકા-બાપાના ચડ્યા ધીંગાણે, ઘરમાં ઘમસાણ મચાવ્યું...

અંધ રાજાનું કાંઈ ન ચાલે, ઓલા પુત્રોએ પોત પ્રકાશ્યું,
દેવકી નંદન ઘણું સમજાવે પણ, કૌરવે કોઠું ન આપ્યું....

દુર્યોધનની કેવી અવળાયું, માન માધવનું ન રાખ્યું 
સોઈના નાકામાં સમાય એટલી, ભૂમી ન આપું જણાવ્યું...
 
કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવ, યુદ્ધ અનિવાર્ય જણાયું
અર્જુનને જ્યારે ભ્રમમાં ભાળ્યો ત્યારે, ગીતા જ્ઞાન ભણાવ્યું...

સુદર્શન ચક્રની આણ ફરે પણ, યાદવ કુળ રોળાયું
"કેદાર" કનૈયો કહે કર્મ બંધનમાં, આખું જગત અટવાયું.....  

ભાવાર્થ:-ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, જ્યારે શ્રી કૃષ્ણ? નટખટ નંદન ૧૬, કળાના, જગ ભલાઈ માટે ગમે તેવા કાવા-દાવા કરે, પણ જ્યારે કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા ત્યારે સમાધાન કરાવવા માટે અનેક ઉપાયો કરવા છતાં દુર્યોધન માન્યો નહીં, છેલ્લા ઉપાય તરીકે ફક્ત પાંચ ગામ આપવાની ભગવાને માગણી કરી ત્યારે દુર્યોધને સાફ સાફ કહ્યું કે "પાંચ ગામ તો શું સોયના નાકામાંથી પસાર થઈ શકે એટલી પણ જમીન નહીં આપું". જેની "ભૃકુટી વિલાય સૃષ્ટિ લય હોઈ" જરા ભ્રમર વાંકી થાય તો જગત નાસ પામે, સુદર્શન ચક્ર જરા પણ હલન-ચલન કરે તો વિશ્વમાં ખળભળાટ મચી જાય, એવા જગદ્ગુરુ જગદીશનું યાદવ કુળ લગભગ નાસ પામ્યું. આ બધું શું છે? ઈશ્વર બતાવે છે કે જ્યારે હું માનવ અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે, માટે જીવ માત્રને સમજદારી પૂર્વક જીવન જીવવું જોઈએં અને પ્રભુ ભજન કરવું જોઈએં.  
જય શ્રી કૃષ્ણ.


 

૧૬૨, મારી લાડલી

૧૬૨, મારી લાડલી    
૭.૧૨.૨૫.
જ્યારે શરણાઈના સુર સંભળાય, ત્યારે તને યાદ કરું
ઓલા ઢોલ કેરાં ધબકારા થાય, ત્યારે તને યાદ કરું

ગળે વળગીને જ્યારે "ગોટો પોટો" નાચતો, આંગણીયે મારે જ્યારે રંગ ભરી રાચતો
હૈયું મારું હરખે ઘેરાય, ત્યારે તને યાદ કરું
 
ઝીણી ઝીણી ઝાલર વાગે લડ્ડુ ગોપાલની, પ્યારી પ્યારી આરતી ગુંજે પ્યારા "પેંડા"ની
મારી ઢીંગલીની યાદ ઊભરાય, ત્યારે તને યાદ કરું

બન્ને કુટુંબની બેટા મર્યાદા રાખજે, દાંપત્ય જીવનનો અમીરસ ચાખજે
જગમાં વાહ-વાહી તારી થાય, ત્યારે તને યાદ કરું
 
આશિસ કરોડો આ દાદા "કેદાર"ની, સઘળા પરીવાર વહે સરિતા સંતોષની
મારી લાડલીના ગુણલા ગવાય, ત્યારે તને યાદ કરું