Sunday, March 8, 2026

૧૫૮, मथुरामें श्याम आये हैं।

૧૫૮, मथुरामें श्याम आये हैं।
૨૭.૯.૨૫.
ઢાળ:- સજાદો અપને ગુલશન કો... જેવો.

आनंदो आज जग वालों, मथुरा में श्याम आये हैं।
जगत उद्धार करने को, मेरे गोपाल आये हैं.....

मामाकी केदमें प्रगटे, रक्षसके ध्यान से छटके, 
दीखाये बिरजमें लटके, गोपीयनके प्रान आये हें...

माखनकी मटुकीयां फोडी, खूंटी से गो बाला छोडी, 
ग्वालोंकी छा गई टोली, ये माखन चोर आये हें...

दैत्यको मोक्ष दिलवाया, ईन्द्रको बल भी दीखलाया, 
गोवर्धन ढाल बनवाया, गिरिधर लाल आये हें

कंसको मारकर मोहन, मुक्त पित्रु मात करवाया, 
स्वर्ण नगरीको बनवाया, द्वारिका नाथ आये हें. 

"केदार"की एक ही अरजी, ह्रिदयमें राखीयो हरजी 
निरंतर नामकी माला, येही बस आश लाये हें...

ભાવાર્થ;-આજે આખા જગતને આનંદ પમાડે એવો પ્રસંગ આવી ગયો છે કે મથુરામાં રાજા કંસના કેદખાનામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, આખા જગતનો ઉદ્ધાર કરનારું તત્વ આજે પ્રગટ થયું છે, માટે આનંદ માણો. મામા કંસની જેલમાં સખત પહેરો હતો છતાં સિપાહીઓની નજર ચુકાવીને ગોકુળમાં પહોંચી ગયા, એટલું જ નહીં ત્યાં એવી એવી લીલા કરી કે આખા જગતને પ્રેમ રસમાં ડુબાવી દીધું. ગોપ બાળોની ટોળી બનાવીને માખણ ચોર્યું, ગોશાળામાં જઈને વાછરડાને છોડી મૂક્યા જે બધું દુધ ધાવી ગયા. અનેક દૈત્યોને મારીને સ્વધામ પહોંચાડી દીધા. ઈન્દ્ર દેવ કોપાયમાન થયા તો ગોવર્ધન લીલા કરીને એનો ગર્વ ઉતાર્યો. ત્યાર બાદ મામા કંસને મારીને માતા-પિતાને છોડાવ્યા અને દ્વારિકા જેવી સુવર્ણની નગરી બનાવી.   
  મારી તો બસ એક જ અરજ છે નાથ કે મને આપના ચરણોમાં એવું સ્થાન આપજો કે હું સદા આપાના નામની માળા ફેરવતો રહું
               જય શ્રી કૃષ્ણ. 


 

No comments:

Post a Comment