Tuesday, March 1, 2011

રામ ભજ

રામ ભજ

રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...

લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિં વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ...

માત પિતા સુત નારી વ્હાલી, ધન દોલત ની માયા નિરાલી
શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ...

રામ ભજન માં લીન બનીજા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ...

અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ...

દીન "કેદાર" પર દયા દરશાવો, રઘૂવિર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

1 comment:

  1. સરસ રચના છે .
    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
    https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

    ReplyDelete