Monday, March 28, 2011

સપનું.

નજીકનાજ સમય માં ચૈત્ર માસની નવરાત્રિ આવતી હોઇ ઇશ્વર ક્રુપા થી આ દેહ
દ્વારા રચાયેલા ગરબાઓ આપને આનંદ આપશે એવી આશા રાખુંછું.આ પહેલાં પણ એક બે
ગરબા અહિં રજુ કરેલાં જેને સરો પ્રતીસાદ સાંપડેલો.

સપનું.

મને સપનું લાધ્યું સલુણું, વાગિ જાણે વ્રજ માં વેણું...

નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઉઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઇ વિનવે, અંબા વિનાનું ઊણુ ઊણુ...મને...

સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શ્ક્યો નહિં નેહ જનનઈ નો
સંગે લઇ ને સરવે સહેલીઓ, આવી અંબા સહે ન મેણૂં...મને...

અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઉમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણુ કૂણુ...મને...

ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન "કેદાર"પર દયા દરશાવી, રજની મૂંગી ને વાગે વેણું...મને...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment