ગોવિંદ તમારી ગૂઢ ગતિ
ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા...જેવો
ગોવિંદ તમારી ગૂઢ ગતિ, પહોંચે નહીં મારી મૂંઢ મતી..
શ્રી રામ તણો અવતાર ધરી, એક નારી કેરી પ્રતિજ્ઞા કરી
પણ કૃષ્ણ જન્મમાં ગજબ કરી, પરણ્યા અગણિતને કેમ કરી..
હણતાં પહેલાં દુષ્ટ રાવણને, આપ્યો અવસર પ્રભુ ફરી રે ફરી
માર્યો વાલીને કપટ કરી, સમજ ન આવે તારી રીત જરી...
વ્રજનારના મનમાં ધીરજ ભરી, આવું ગોકુળ એક વાર ફરી
મથુરા જઈ વળતી ન નજરૂં કરી, ભૂધર ભરોંસો રહે કેમ કરી...
શિશુપાલની સો સો ગાળો સહી, કાળયવન મરાવ્યો કપટ કરી
"કેદાર" ની અરજી એક જરી, અપો સમજણ સૌ ભ્રમને હરી
No comments:
Post a Comment