Saturday, September 6, 2025

૧૫૬, भावसे भजन कर
राग:- जनम तेरो बातों ही बीत गयो. जैसा
તા. ૪.૯.૨૫.
भजन तु भाव से कर ले, अंतर अवधेश को धरले        भूखा हे भाव का भूधर, प्रसादी प्रेम रस धर ले

ना उनको राग की आशा, ना झूठे बोल की भाषा       वो जाने मनकी परिभाषा, निखालस नाद तु कर ले

अश्रु आए जो अखियन में, समझ मन लागा चरणन में     हरदम हरि का भजन करके, नैया भव पार तु कर ले

भजन "केदार" क्या किन्हा,  तद्यपि बहुत कुछ दीन्हा     दयानिधि दीन की आशा, शामिल सेवकमे तु करले

ભાવાર્થ:- મિત્રો, બ્રહ્મ લીન નારાયણ બાપુ, સ્વ. કવિ શ્રી "દાદ" જેવાના વચનો અને મારા વાંચન- શ્રવણનો નિચોડ મને એકજ લાગ્યો કે નવધા ભક્તિ માંહેની એક ભક્તિ એટલે ભજન ગાયન, પણ આ ભજન ભાવ પૂર્ણ હોવું જોઈએં. ઈશ્વર દયાળુ છે, એને કોઈ રાગ-રાગણી આવડતી હોય તો જ ભજન થાય એવું નથી, અવાજ- તાલ-ઢબ ગમે તેવા હોય એની પરવાહ એ કરતો નથી, એ પોતાને ગમે એવો તાલ-ઢબ બધું ગોઠવી લેશે, બસ સારા શબ્દોમાં ભરપૂર ભાવ હોવો જોઈએં, ભાવ વિનાના ભજનનો કોઈ ફાયદો થતો નથી. તને ઘડનારો તારા બધા મનોરથ જાણે છે, માટે દંભ કરવાથી કોઈ ફાયદો નથી. અને જ્યારે તારી આંખમાં ભાવ સભર અશ્રુ બિંદુ આવે ત્યારે સમજી લેજે કે તારા હ્રદયમાં સાચો ભાવ-ભક્તિ જાગી છે, અને આવા ભજન કરીને તારા જીવનની નાવડીને તું ભવસાગર પાર કરી શકીશ.
હે નાથ, મેં ભજનો તો ગાયા છે પણ એના પ્રમાણમાં તેં મને જે આપ્યું છે એ તો મારી લાયકાતથી અનેક ગણું છે, ફક્ત ભૌતિક સુખ સમજનારા કદાચ ધન-દોલતને સાચું સુખ માનતા હશે, પણ ૮૧, વર્ષે હજુ મારું શરીર તંદુરસ્ત છે, વાહન ચલાવું છું, સારા અવાજમાં તારા ભજન ગાઈ શકું છું, આંખ-કાન-દાંત સો ટકા સાથ આપે છે, શું આ મારા માટે અઢળક નથી? છતાં માનવ છું, લાલચ તો હોયજ, માટે એક આશા છે કે તું મને તારા સેવક ગણમાં સ્થાન આપજે એજ અભ્યર્થના છે.
જય નારાયણ.


 

No comments:

Post a Comment