પ્રાર્થના થઇ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે જેના પર તેં મથુરા છોડી ને
દ્વારીકા માં રાજધાની બનાવી ? જ્યાં અનેક સંતો મહંતોએ જીવન ગુજાર્યું ?
અનેક દેવ દેવીઓ ના બેસણા છે, એવી એવી ઘણી જ કાકલુદી બાદ આજે પ્રભુએ
થોડી શાંતી આપી છે, અહિં પણ કોઇ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો
ભ્રસ્ટાચાર નો ભોરિંગ ને કાળિનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઇ જાય.
એવાજ કોઇ પહેલા ના સમયે મારાથી એક રચના બની ગઇ હતી ... જે આજના દીવસે રજુ
કરવા માંગુ છું. આમાં કોઇએ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી વિનંતી
છે...
કોને પડી છે ?
હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..
વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે..
તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગર્જરી છે..
ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડાં સપુતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું, માં ભોમ ની આજ કોને પડી છે...
બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખૂદ તો રળે છે
કરે કૌભાંડ કાળાં ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...
કોઇ વરદી માં પારધી કોઇ ઉદંડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પીડા છે...
ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઇ કમી છે...
નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાંટે છે પડ આજ પુત્રો અમારાં, પાદોશી કેરાં કાં મેવા જમે છે...
મહા બંદર સમંદર કાપડ કમાણી, જઇ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઇ મળે ચે...
સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેસી કદિ'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઇ અમારે, વાડી જ ખુદ આજ ચીભડાં ગળે છે...
હતી શાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
મને ભાસે છે એ કોઇ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...
"કેદાર" ગીતા ના ગાનાર આવો, આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂઝાણા, કાં લાંચ રૂશ્વત માં તું પણ ભાળ્યો છે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment