Monday, May 23, 2011

ઢાળ:- માં બાપ ને ભૂલશો નહીં - જેવો
માં બાપની સેવા કરો

સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...

ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના ક'દિ માંગતાં, એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે...

"કેદાર" એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ "માં બાપ ને ભૂલશો નહીં" વારમ
વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે
સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી
મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ
છે.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment