ખબર અંતર
સાખી-નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે,
બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
સાખી-ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું,
ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું
કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...
ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...
મણિ મુદ્રિકા તુમને ગિરાઈ, નાચા મન મોરા તુટ ગઈ શંકા...
નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...
કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા...
દો આજ્ઞા મૈયા ક્ષુધા મોહે લાગી, મધુર ફલ ખાકે દેખું, નરપતિ લંકા...
બગીયાં ઉજાડી પૈડ ગીરાયે, અસુર ગણ રોળે મારે સૈન્ય બંકા...
કેદ કિયો હનુમો લૌ લીપટાઇ, " કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા..
સાર:-રામાયણના બધા કાંડો માં સુંદર કાંડનેજ સુંદર કહેવામાં આવ્યો છે, કારણ સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશીર્વાદ આપ્યા, પણ જ્યારે માતા સીતાજી ને મલ્યા ત્યારેજ તેઓ "અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા" બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ કાન્ડો માં એ સુંદર કાંડ બન્યો. જીવને રામ મળે તેતો અનેક અનેક જન્મોના પુણ્યો હોય, અને ઈશ્વર કૃપા હોય તોજ શક્ય બને, પણ જો ભક્તિ ન મળે તો તેની ઊણપ રહીજાય છે, તેથી જ્યારે હનુમાનજીને ભક્તિ(સીતા માતા) મળ્યા ત્યારે તેઓ પૂર્ણ બન્યા.
જ્યારે હનુમાનજી માતાજી ને અશોક વાટિકા માં મલ્યા ત્યારે માતાજી બધા સમાચાર પૂછે છે અને કહે છે-મેં લક્ષ્મણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારું અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યો છે, મારો રામ મને કેમ શોધશે? પણ તમે મુદ્રિકા બતાવી તેથી એ શંકા ન રહી, મારે હરપળ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરાબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોણ કરે છે ?
હનુમાનજીએ બધા સમાચાર આપીને કહ્યું માં ચારસો ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યોછું, ભૂખ લાગીછે, રજા આપો તો વનફળ ખાઈને લંકાનો રાજા કેવોછે એ પણ જોઈ આવું. માતાજીની આજ્ઞા થતાં હનુમાનજીએ બાગમાં તોડ ફોડ કરી, વૃક્ષો કાપ્યા, રાવણ ને ખબર પડી તો દરબારમાં બંદી બનાવીને લાવ્યા, ત્યાર બાદ હનુમાનજીની પુંછમાં આગ લગાવી. હનુમાનજીને તો કંઈ ન થયું પણ લંકા માં આગ લાગી.
No comments:
Post a Comment