મંગલ કારી પ્રભુ
ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા--- જેવો
૨૯.૧૦.૧૯
મંગલ કર પ્રભુ મંગલ કારી, ભાવે ભજુ હું વનમાળી....
આ સૃષ્ટિ તમારી ફૂલવાળી, ગહેકી મહેકી બહુ રઢિયાળી
સૌ બાળ ગોપાલ તારી હરિયાળી, પ્રેમે થી કરો પ્રભુ રખવાળી...
મન મંદિર મૂર્તિ તારી રહે, રોમે રોમે હરિનું નામ રહે
કંઠે કેશવ નું ગાન રહે, શ્વાસો માં શિવ ધુન જાય ભળી.....
પ્રભુ ભક્તિ તમારી ખૂબ કરું, કોઈ દુ:ખની ના ફરિયાદ કરું
કર્મો ને મારા યાદ કરું, પ્રસાદ ગણી સૌ જાઉં ગળી...
દિન રાત હું તારું ગાન કરું, આડું અવળું ના ધ્યાન ધરું
ભક્તો ના દિલમાં ભાવ ભરું, કોઈ મોહ પર મનડું ન જાય લળી..
"કેદાર" કરુણા ખૂબ કરો, ભક્તિ રસ મારા મનમાં ભરો
અવગુણ સઘળા પ્રભુ દૂર કરો, સદા સંત સમાગમ જાય મળી...

No comments:
Post a Comment