Wednesday, June 20, 2012

આનંદ

આનંદ

મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..

૧ સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્તની લાજ બચાવે...

૨ પિતા પ્રભુના પાવળું પાણી, પુત્રના હાથે ન પામે
પણ- અધમ કુળનો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે...

૩ ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથનું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે..

૪ સખુ કાજે સખુ બાઈ બનીને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુરની ઝૂંપડીએ જઈ, છબીલો છોતરાં ચાવે...

૫ નરસિંહ કાજે નટખટ નંદન, વણિકનો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને, લાલો લાજ બચાવે..

૬ ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડીના બચાવે
ટિટોડીના ઈંડા ઊગારી, "કેદાર" ભરોંસો કરાવે...

સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમ
હોયછે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે.
ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા નદે.

૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં
પાણી મૂકી શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા
જટાયુને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે
તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે
બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો
નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના
રહેશે. ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી.
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર
બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા
મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ
લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે
લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને
દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં
કર્યુંછે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ
પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે
તોડ્યુંછે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને પાળવા માટે ક્યારેક પોતાના
વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદેછે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, વિદુરની ભાજી ખાધી, નરસિંહમહેતાના
અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં
બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમીમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ
કેટલાં કેટલાં કર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરો, જરૂર
સાંભળશે, અને આપણને પણ સંભાળશે.

Saturday, June 16, 2012

ગણેશ

ગૌરી નંદન

--સાખીઓ--
સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ. દીન "કેદાર" ની વિનતિ, રહો હૃદય માં હંમેશ

ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ. દીન "કેદાર" દિન દિન ભજે, કરે તમારી સેવ

ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ. કરો કૃપા "કેદાર" પર, સમરૂં
ઠામો ઠામ

ગૌરી નંદ ગણેશ
રૂપ તમારું મન હરનારું, સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના, બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે, કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ
રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે, વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માદિક, પ્રથમ સમરે ગણેશ
દીન "કેદાર" પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..

Tuesday, July 5, 2011

દત્તાત્રેય

દત્તાત્રેય


આવે જ્યારે ઇર્ષા ઉરની માંય,
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિં કાંઇ....

લક્ષ્મીજી બ્રહ્માણી સંગે સમજે રુદ્રાણી માત,
અમ સમાણી કોઇ પતિવ્રતા નહિં આ અવની માંય......

નારદજીએ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવીઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઇક ઉપાય,
લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએં કાંઇ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાંય,
આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઇ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય,
આદરથી એક અંજલિ છાંટિ બાળ બનાવ્યા ત્યાંય...

ત્રણે દેવીઓ મનમાં મૂંઝાણા પુછે નારદજી ને વાત,
પ્રભુ તમારા ઝુલે પારણિએ અનસૂયા ને ત્યાંય....

કર જોડી કરગરે દેવીઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઇ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
"કેદાર" ગુણલા નિતનિત ગાતો લળી લળી લાગે પાય...

સાર:-
અત્રિ રૂષિ ના પત્નિ અનસૂયા માતાની પતિવ્રત ધર્મ ની પ્રતિસ્ઠા થી ઇર્ષા
પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને
તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા. તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ
ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાંજ હતાં,
ત્રણેય દેવોએ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ
ભિક્ષા લઈશું નહીં તો પાછા જઈશું. જો અતિથિ ખાલી હાથે પાછો ફરે તો
સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ
કર્યો કે 'જો મારી સ્વામીભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે
બાળક સ્વરૂપને પામે'. પાણીની અંજલિનો સ્પર્શ થતાં જ જગતના સર્જક
પ્રજાપિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક
બની ગયા. માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પારણામાં પધરાવી દીધાં. બ્રહ્મલોક,
વૈકુંઠ અને કૈલાશ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવીઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો
ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજીએ કહ્યું કે સતીનાં પારખાં લેવા જતાં
ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયાના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય
દેવીઓએ માતા અનસૂયાની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા
અનસૂયાએ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણાંમાં સૂતા છે.
ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવીઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતાને વિનંતી
કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામીને ઓળખાવો
ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પુર્વવત્
સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવોએ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા
માતાએ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય
કરો. આથી ત્રણેય દેવોએ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતાને ત્યાં આદ્ય ગુરુ
દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com

Tuesday, June 14, 2011

નર નારાયણ

નર નારાયણ

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

૧' એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..

૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...

૪, કામ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલીયો લુટારો, લુંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ
મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પુછ્યું કે તું જે આ કર્મો તારા
પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં
ભાગીદાર હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા
કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મિકી મુની બનીને રમાયણ
જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિશે અલગ અલગ કથા મળેછે, એક જગ્યાએ તેમને જન્મથીજ
અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભુત સુત્રો દ્વારા સાંભળવા મુજબ
તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઇ કર્મો ના આધારે તેને વલ્લભાચર્ય જેવા
ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક
પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પછળ તેના ઘર સુધી
ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી
પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાંખી અને ક્રુષ્ણ ભજન માં
લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઇને તેમને
માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલોજ માર્ગ બતાવે છે,
તેથી મન માં મનમાં હંસત અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે
બધીજ ખબર છે કે આ લાલો કોણ છે. હુંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં
છું."
સુરદાસજીએ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાંજ તેમની
જીવન યાત્રા સમાપ્ત થઇ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરાં કર્યા. સુરદાસજી
પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં "
સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઇ સંત ના મુખેથી સાંભ્ળેલી એક સરસ વાત યાદ આવી જે
લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખત એક જંગલ માંથી પસાર થતા હતા ત્યારે કોઇએ
બુમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઇ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો
પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઇ ને એકબાજુ
જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઇ ગયો ત્યારે તુલસીદાસજી એ પુછ્યું કે આપના
જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે
સુરદાસજીએ કાહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ
મારો લાલોતો હજુ નાનો છે એને મારેજ સંચવવો જોઇએ. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં
પિયર ગયેલી પત્નિ ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ
પત્નિએ ટકોર કરી કે જેટલી મરાપર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો
પાર થઇ જાત, બસ આ એકજ શબ્દે તુલસિદાસ રામ મય બન્યા વાલ્મિકી ની જેમ સરળ
શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને
અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વલ્મિકી મુની ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઇ શકે, તો
કોઇએ આનો આધાર લઇ ને કોઇ કાર્ય ન કરવું.


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com

Thursday, June 9, 2011

વો ભારત

બાબા રામદેવ અને અણ્ણા હઝારે ના પ્રવચનો સાંભળ્યા તો મને પણ અહીં મારા
વિચારો પ્રગટ કરવાની ઇચ્છા થઇ.
વો ભારત

જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી, ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગેહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઇ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઇ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઇ અફસર અપની વરદી ઉતારી, રાધા રૂપ બાનાયા...

કોઇ મહેતાજી ને કરકે દલાલી, નરસી નામ લજાયા
કોઇ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો, યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ "કેદાર" લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com