Friday, February 7, 2014

એટલું માંગી લઉં

મિત્રો મારા ગુરુ સમાન સ્નેહી શ્રી કવી "દાદ" ની એક રચના ટી વી પર શ્રીમાન ભિખુદાનભાઈ રજૂ કરી રહ્યા હતા, "તું આપે એટલું લંવ" પણ તેના સીધા સાદાં શબ્દો થી દાદજીએ એવીતો રચના કરી કે ફક્ત બે વખત સાંભળતાં મને કંઠસ્થ થઈ ગઈ, અને તેની પ્રસ્તુતિ કરનાર ભીખુદાનભાઈની શૈલી પછી કેમ યાદ ન રહે? તે અહીં મૂકવા પ્રેરાયોછું. કારણ કે આ રચના સાંભળીને મારા દિલમાં અવાજ આવ્યો કે આતો "દાદ", એને ઉપરવાળાને કોઈ દાદ {ફરિયાદ} કરવાની ન હોય, ઉપરવાળો તેની જરૂરિયાત પોતેજ પુરી કરતો હોય, પણ હું ? મારી દાદ એમ કોઈ સાંભળે નહીં, અને હુંતો સદાએ તેનો ભિખારી, કેમ ન માંગું. તેથી એક "શું માંગું" રચના કરવા છતાં "એટલું માંગી લવ" લખાઇગયું. જે અહીં રજૂ કરૂંછું, પણ પહેલાં મારા "દાદ"ની સાધારણ શબ્દોમાં અસાધારણ રચના, આપ પણ માણો એવી આશા રાખુંછું.

વ્હાલાજી તું આપે એટલું લવ, એમાં ઓછું વધુ નહીં કંઉ....

આ સંસારમાં તારી સમૃદ્ધિના,    ભંડાર ભર્યાછે બઉ

પણ મુખમાં સમાઇજાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં...

મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં

મીલના માલિક તાકા પહેરે નહીં,     સવા ગજ પહેરેછે સઉ...

સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં,   થઈ જાય અપચો બઉ

મીઠડું મજાનું ઝરણું મળેતો,            અમૃત ઘુટડા લઉં....

ઘરના ખૂણામાં ઘનશ્યામ મળેતો, ચાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં,          તું રાખે એમ રઉ...

ઊડળ=બથ ભરીને.




                     એટલું માંગી લઉં

વ્હાલાજી હું એટલું માંગી લવ
                            તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંની લઉં

હરિનું બનાવેલું હોય મજાનું,     એને સમજી લઉં...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લઉં

પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લઉં

દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લઉં...

દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ

શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લઉં....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને. નરસિંહ મહેતાએ ગાયું છે કે "હરીના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય. 
અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારા પર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
જય શ્રી રામ.



No comments:

Post a Comment