મોરારી બાપુ
તલના જેવડું તલગાજરડા,-જેનું- નકશે ટપકું નઈં,
જનમ્યો જોગી બાપુ મોરારી, જગમાં ફોરમ ગઈ...
જાણે તુલસી ફેર અવતર્યો, હનુમંત આશિષ લઈ ,
રામાયણ નવપલ્લવિત કીધી, કહે સરળ કરી દઈ...
રામ ચરિત તો કૈંક સંભળાવે, -પણ- ભેદ સમજાવે નઈં,
અભણ ને પણ અંદર ઊતરે, હ્રદય સોંસરવી જઈ..
ગરવી આ ગુજરાતનું ગૌરવ, ભારત ભ્રમણ લઈ,
નવે ખંડમાં ડંકો વગાડ્યો, કોઈ અજાણ્યું નઈં...
" કેદાર " કૃપા કિરતારની ઊતરી, માનસ જીવંત થઈ
પ્રેમ સહિત અનુસરો સૌ એને, જીવન સફળ કરી લઈ...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
No comments:
Post a Comment