કામણગારો કચ્છ
કચ્છડો મારો કામણગારો, ક્યાંક લીલો ક્યાંક સુકો
ક્યાંક ઊડે છે રણની રેતી, ક્યાંક ખનીજ નો ભુક્કો..
રવમાં છે રવેચી બેઠાં, મઢમાં મા મઢ વાળી
કોટેશ્વર માં ગંગાધર બેઠાં, ખૂબ કરે રખવાળી
હાજીપીર ની હાકલ વાગે, દ્રોહી તેથી ડરતાં
શ્વાન ખર ને કોઈ સાધુ જાણે, આજ પણ રણમાં ફરતાં..
ભુજીયો મુજ ને એવો ભાસે, કોઈ નગાધિરાજ નું બાળ
ભુજંગ સાથે રમતાં રમતાં, ભૂલ્યું ઘરની ભાળ..
વાયુ દેવ વંટોળ બન્યા પણ, એક ન ફાવી કારી
બળુકો પાછો બેઠો થઈ ને, ખોલે નસીબ ની બારી.
ભૂકંપે ભૂંડો ભરડો લીધો, એનો પ્રકોપ ઝીલી લીધો
ભાંગ્યો તૂટ્યો ભલે લથડ્યો, પણ માનવ બેઠો કીધો..
ઠામો ઠામ ઠેકાણા સંત ના, તને રત્નાકર ભરે છે બાથું
દીન" કેદાર " તુજ આંગણ બેસી, ભવનું ભરે છે ભાથું.
રચયીતા કેદારસિંહજી જાડેજા
9426140365
No comments:
Post a Comment