ઢાળ-રાગ પ્રભાતિ જેવો
કાનજી કાળા ના કર ચાળા, મતી મૂઝાણી મારી રે..
રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી, ભક્ત રીઝાવ્યા ભારી રે...
એકજ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારિ રે
ધોબી ને વચને રાણી સીતાને, કષ્ટ દીધાં બહુ ભારી રે...
ક્રુષ્ણ બની તું કપટ કરે છે, રણ છોડી રણછોડ બને છે
છોગળા ને છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે....
જોર કરી જાંબુવતી લાવ્યા, પરળ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી, વિરહ વેઠાવ્યા ભારી રે...
બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જન્મ ભોમકા[જેલ] ભાગ ભજાવે, મતી બગાડે તારી રે..
"કેદાર" કપટ એક કાન કરી દે, મુજ પાપી ને પાર કરી દે
જગત બધા ને જાણ કરી દે, તૂં અધમ નો પણ ઉધ્ધારી રે...
No comments:
Post a Comment