ઢાળ:- મારો હાથ જાલીને લઇ જશે...જેવો
મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપની...
આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાનમાં, સેવા કરી શિ ઘનશ્યામ ની...
મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે, રટણા કરી શિ રામ ની...
જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની...
સદા સ્મરણ હો સરકાર નું, એ છે એક અરજ "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થ ના, કરૂં પ્રાર્થના સદા આપની...
સુંદર પ્રાર્થના !
ReplyDeleteઆપ જે કોઈ રચના મોકલો છો કે મૂકો છો તેમાં શક્ય હોય ત્યાં સુધી ચોક્કસ રાગની જાણકારી હોય તો ટે લખવા વિનંતી નહી કે ભૈરવી જેવો..વગેર... અથવા રાગની જાણકારી ના હોય તો તેના ઢાળ ની જાણકારી હોય તો ટે લખવા વિનંતી.