ગરબો
ગુણ ગાન
ઢાળ: જારે જારે ઓ કાલે બદરવા-ગીત જેવો
મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..
સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યો છે જ્યાં ભક્ત ગણ લોક માં
મારે જાપ જગદંબા ના જપવા છે...
ઢોલ નગારા ના ધબકારે ધબકારે, હૈયું મારું માડી ના નામ પોકારે,
મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..
હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
મારે લેવા જીવન ના લહાવા છે...
આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વીતે જિંદગી આ મારી
મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...
દીન "કેદાર" ની દેવી દયાળી, ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
મારે દિન દિન દર્શન કરવા છે...
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
No comments:
Post a Comment