ગરબો
ગબ્બર વાળી માં
મારી માડી ગબ્બર ગોખ વાળી ગયાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા..
અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
ભોળા ભક્તો ની ભીડ ભાંગનારી હેતાળી માં...
સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરાં હાર હૈયે નથડી રૂપાળી
તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી માં...
ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
માં ના સોળ શણગાર ની શોભા છે નિરાળી માં....
શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશૂળ ધરાય છે
એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી માં...
ચંડિકા રૂપ ધરી ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે માં અસુરો સંહાર્યા
સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી માં...
બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વહાલા વહાલા
લેવા પુત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી માં...
દીન "કેદાર" ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી માં...
No comments:
Post a Comment