સોમવાર, 8 એપ્રિલ, 2013

અંબા ના રૂપ

 અંબા ના રૂપ

મારી અંબા ના રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...

માં મઢમાં થી મહાલવા ને નીસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...

માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...

માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝિલાવે છે ત્રિતાલ માં રે...

ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઊમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...

માં ને દાસ "કેદાર" રિઝાવતો રે,   માં ના લળી લળી પાય પખાળતો રે...      

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો