ગરબો
અંબામાં રમવા આવી
નવ નોરતાની રાત રઢિયાળી આવી, હવે ગરબે રમવા ની ઉજાણી આવી
અંબામાં રમવા આવી આવી...
ઘેલા બાલુડા આજ ઊમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...
ઢોલ નગારા ને નોબત વાગે, શરણાઈ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
એમાં રજની મધુરી રંગ લાવી લાવી...
ગોકુળ ગામથી ગોપી એક આવી, ગરબા ની રંગત માં ભાન ભુલાવી
એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...
શોભા નિરખી ને સૌ દેવ ગણ આવ્યાં, સંગે સખીઓ ને લઈ દેવીઓ પધાર્યા
ગરબે રંગત અનેરી આજ જામી જામી...
દીન "કેદાર" ની દેવી દયાળી, ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
મીઠી નજરૂં ની મહેર નિત રાખો આવી...
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
No comments:
Post a Comment