Tuesday, April 19, 2011
Monday, April 18, 2011
કહો હનુમંતા
રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને
મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ
ના બધ્ધાજ કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો, એજ પ્રસંગ આજે હું મારા
ગ્નાન મુજબ રચાયેલા એક ભજન દ્યારા અહિં રજુ કરૂં છું.ભજનો, ગરબા રચુંછું
પણ વ્યાકરણ માં ખાસ આવડત ન હોઇ મારા લખાણો પર ધ્યાન ન આપતાં ફક્ત મારી
ભાવના સમજશો એવી આશા રાખુંછું.
જ્યારે હનુમાનજી માતાજી ને મલ્યા ત્યારે માતજી બધા સમાચાર પુછે છે અને
કહેછે-મેં લક્ષમણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા
હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યોછે મારો રામ મને કેમ શોધસે,પણ
તમે મુદ્રિકા બતવી તેથી એ શંકા ન રહી,મારે હરપલ રામ રટણ નું કવચ છે,તેથી
હું તો બરબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોન કરે
છે ?
કહો હનુમંતા
કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...
ભાઇ લક્ષમન કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...
મની મુદ્રિકા તુમને ગિરાઇ, નાચા મન મોરા તુટ ગઇ શંકા...
નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘૂવિર જાપ જપંતા...
કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા...
કેદ કિયો હનુમો લૌ લીપતાઇ, "કેદાર" કપિ ના જલીયો જલ ગઇ લંકા..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Saturday, April 16, 2011
અંબામા રમવા આવી
નવ નોરતાની રાત રઢીયાળી આવી, હવે ગરબે રમવા ની ઉજાણી આવી
અંબામા રમવા આવી આવી...
ઘેલા બાલુડા આજ ઉમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...
ઢોલ નગારા ને નોબત વાગે, શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
એમાં રજની મધુરી રંગ લાવી લાવી...
ગોકૂળ ગામથી ગોપી એક આવી, ગરબા ની રંગત માં ભાન ભુલાવી
એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...
શોભા નિરખી ને સૌ દેવ ગણ આવીયા, સંગે સખિઓ ને લઇ દેવીઓ પધારીયા
ગરબે રંગત અનેરી આજ જામી જામી...
દીન "કેદાર" ની દેવી દયાળી, ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
મીઠી નજરૂં ની મ્હેર નિત રાખો આવી...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Friday, April 15, 2011
ગરબો
ધાર્યા પ્રમાણે થતું નથી,
ખેર પ્રાર્થના નો સમય ક્યારેય સમાપ્ત થતો નથીં
ગરબો
ગુણ ગાન
ઢાળ: જારે જારે ઓ કારે બદરવા-ગીત જેવો
મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..
સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યોછે જ્યાં ભક્ત ગણ લોક માં
મારે જાપ જગદંબા ના જપવા છે...
ઢોલ નગારા ના ધબકારે ધબકારે, હૈયું મારૂં માડી ના નામ પોકારે,
મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..
હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
મારે લેવા જીવન ના લ્હાવા છે...
આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વિતે જિંદગી આ મારી
મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...
દીન "કેદાર" ની દેવિ દયાળી, ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
મારે દિન દિન દર્શન કરવા છે...
Tuesday, April 12, 2011
ગરબો
અંબા ના રૂપ
મારી અંબા નાં રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...
માં મઢમાં થી મ્હાલવા ને નિસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...
માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...
માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝીલાવે છે ત્રિતાલ માં રે...
ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઉમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...
માં ને દાસ "કેદાર" રીઝાવતો રે, માં ના લળી લળી પાય પખાળતો રે...
Tuesday, April 5, 2011
ઊમંગ ભર નાચો
આવી આજે નવરંગ રાત, ઊમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....
વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાણા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાણા
નર નારી સૌ ભાન ભુલી ને, ભૂલ્યા સઘળાં કાજ...
રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરિ મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળાં સાજ...
ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાશે ગંગધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચેછે યમુના આજ...
કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરિ જાણી
શ્યામ સુંદિર ના દર્શન કરતાં, સુંદિરતા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમોને અમ સંગ રાસ...
એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઇ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દિધી
દીન "કેદાર" નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...
Friday, April 1, 2011
હ્રદયે રહેજો
અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....
મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં લેજો...
ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું, અંબા અધમ ને ઉગારો...
દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...
આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો...