Tuesday, April 12, 2011

ગરબો

ગરબો
અંબા ના રૂપ

મારી અંબા નાં રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...

માં મઢમાં થી મ્હાલવા ને નિસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...

માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...

માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝીલાવે છે ત્રિતાલ માં રે...

ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઉમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...

માં ને દાસ "કેદાર" રીઝાવતો રે, માં ના લળી લળી પાય પખાળતો રે...

1 comment:

  1. શ્રી કેદારસિંહજી,

    આપની માર્મિક કવિતા, આપના વાંચન દ્વારા માણી. આપની મૂલાકાત પણ થઇ અને સાથે આપની પ્રતિભાને પણ માણવા અને જાણવા મળી.

    ખૂબજ સુંદર રચના ! ધન્યવાદ.

    ઘણા વર્ષો પહેલા જ્યારે શાળામાં ભણતા હતાં ત્યારે આવું વ્યંગ કાવ્ય અમે સાંભળેલ,

    શિવાજીના હાલરડાના રાગ સાથે ગવાતું, આજના શિવા -બાળક માટે...

    શિવાને નીંદરું ના આવે, બાપા એને પારણું ઝુલાવે અને માતા એની ફિલ્મ જુએ ...
    પેટમાં પોઢીને સાંભળેલી બાળે, ફિલ્મી કલાકોરોની વાત, ફિલ્મી કલાકોરોની વાત ..

    આવું કાંઇક સાંભળે... જે આજે આપને સમાજમાં જોઈએ જ છીએ.

    ReplyDelete