આવી આજે નવરંગ રાત, ઊમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....
વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાણા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાણા
નર નારી સૌ ભાન ભુલી ને, ભૂલ્યા સઘળાં કાજ...
રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરિ મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળાં સાજ...
ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાશે ગંગધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચેછે યમુના આજ...
કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરિ જાણી
શ્યામ સુંદિર ના દર્શન કરતાં, સુંદિરતા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમોને અમ સંગ રાસ...
એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઇ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દિધી
દીન "કેદાર" નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...
No comments:
Post a Comment