ગરબે ઘૂમે
મારી અંબામાં ગરબે ઘૂમે છે, માંને નિરખી નિરખી ને મન ઝુમે છે...
માંના શોળે શણગાર ની શોભા બની, જાણે આકાશી વીજળી ની ચુંદડી બની
માંની ટીલી લલાટ જાણે ચોડી છે ચાંદની, હૈયે હાર એકાવન ઝુમે છે...
માંએ સોના નો ગરબો શિરે ધર્યો, ગરબે સૂરજ નાં કિરણો એ સાથિયો કર્યો
માની ઇંઢોણી અલબેલી મોતીએ મઢેલી, માંહી જ્યોતિ અનેરી ઝળકે
માં ના નેપુર નો નાદ કંઇ નવલો બન્યો, જાણે સાતે સુરો નો એમાં સંગમ કર્યો
માં ના કેશ કલાપ ની કરવી શી વાતડી, નાગણ નખરાળી જાણે જુમે છે..
ઘૂમી ઘૂમી ને આવી મુખ પર રતાશડી, પુષ્પ ઉપર ઝાકળ જેમ પ્રસ્વ લહર પાતળી
આંખે ઉજાગરા ની લાલી લપટાણી, કાળી લટ માંના ગાલ ને ચૂમે છે...
દાસ જાણી ને મામ દયા કરો આવડી, ગરબે ઘુમવા ને આવો તમે માવડી
વીતે ન રાત આજ જાય ભલે જાતડી, માંગે "કેદાર" પાય ચુમે છે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment