આવિ આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા...
આશાપુરા માં મઢ થી પધાર્યાં, આવી ને માંએ મારાં ભાગ્ય જગાડીયાં
હૈયે મારે હરખ ન માય...
શોળે શણગાર માં ને અંગે શોભે, રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય...
ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યો નહિં નેહ જનનિ નો
અંબા માં ગરબા માં જોડાય...
ગોરૂં ગોરૂં મુખ માં નું ગરબો ઝીલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
તાલી દેતી ત્રિતાલ...
દીન "કેદાર" ની માં દેવી દયાળી, દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી
રમશું ને ગાશું સારી રાત...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment