નવ નોરતાની રાત રઢીયાળી આવી, હવે ગરબે રમવા ની ઉજાણી આવી
અંબામા રમવા આવી આવી...
ઘેલા બાલુડા આજ ઉમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...
ઢોલ નગારા ને નોબત વાગે, શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
એમાં રજની મધુરી રંગ લાવી લાવી...
ગોકૂળ ગામથી ગોપી એક આવી, ગરબા ની રંગત માં ભાન ભુલાવી
એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...
શોભા નિરખી ને સૌ દેવ ગણ આવીયા, સંગે સખિઓ ને લઇ દેવીઓ પધારીયા
ગરબે રંગત અનેરી આજ જામી જામી...
દીન "કેદાર" ની દેવી દયાળી, ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
મીઠી નજરૂં ની મ્હેર નિત રાખો આવી...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment