ભારત દેશ
તા.૧૫.૧૨.૨૨
જહાં ડાલ ડાલ પર સોને કી, ચિડિયા કરતી થી બસેરા
વો ભારત દેશ થા મેરા
અબ સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેરા(બખેડા)
કૈસા ભારત બનાયા મેરા.....
કંઈ આયે લુટેરે લૂટ કે ખાતિર, કતલે આમ ચલાઈ
એસી આગ લગાઈ દિલમેં, ભિડગયે ભાઇ ભાઇ
ઓર અંગરેજને રાજ ચલાયા, ડાલ કે દિલ્હી ડેરા....
ફિર ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દિલવાઈ
કુછ નેતા આયે જૂઠ બાંટ કર, ખુદને ખાઈ મલાઈ
બદલ દીયા ઈતિહાસ વીરોં કા, ચમકાયા અપના ચહેરા...
કોઈ લગે બાંટને માતૃભૂમિ કો, જૈસે મેવા મિઠાઈ
અખંડ ભારત કો ખંડ ખંડમેં, કરને લગે બટાઈ
માંગે મા ભોમકે સુરવીર રક્ષક, કર ઉધ્ધાર કિરતારા....
અબ કોન સુને ફરિયાદ હમારી, ભટકે જનતા સારી
યહાં જન્મ લીયા જગદીશ્વર તુંને, સુનલે અરજ હમારી
અબકી બાર ના બાત સુની તો, નામ ન લેંગે તુમ્હારા....
તબ આયા ઇંદ્ર નરેન્દ્ર કે રુપમેં, લોભ ન લાલચ ધન કી
ના ચાહે વો માલ મલીદા, માંગે ખેર વતન કી
અબ સચ્ચાઈ સે સેવા હોગી, કોઈ ના હોગા બખેરા(બખેડા)...
બરસો તક શ્રી રામ લલ્લાકી, યાદ કિસીકો ન આઈ
જિસને પ્રભુકી સેવા ચાહી, ગોલી શિર પર ખાઈ
પર આજ અવધમેં હુવા ઉજાલા, જગમેં નયા સવેરા...
જાગો ભારત કે લોગો જાગો, યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે વૈસે તો, ઉસકી એક ના ચલતી
"કેદાર" હે મૌકા ઐસા આયા, ખોના નહીં દુબારા...
ભાવાર્થ:- એક જમાનો હતો કે ભારતના વૃક્ષોની હર એક ડાળી પર સોનાની ચકલીઓ રહેતી હોય એવી જાહોજલાલી હતી. પણ પછી ભ્રષ્ટ લોકોએ એવી દશા કરી કે રોજ નવા નવા કૌભાંડો થવા લાગ્યા.
બહારથી લુટારાઓ આવીને ગદ્દાર લોકો સાથે ભળીને ભારત પર આક્રમણ કરવા લાગ્યા, લૂંટ ચલાવી આપણને બરબાદ કરી દીધા અને ભારતીયને અંદર અંદર લડાવીને કમજોર કરી દીધા, તેથી અંગ્રેજોએ આવીને આવા લોકોના સહારે ભારત પર રાજ જમાવ્યું.
ત્યાર બાદ ગાંધીજી, સુભાષજી, વલ્લભ ભાઈ પટેલ કે શહીદ ભગતસિંહ જેવા લોકોએ બલિદાન આપીને ભારતને આઝાદી અપાવી. પણ કેટલાક એવા નેતાઓ સત્તા પર આવ્યા કે પ્રજાને લૂંટવા લાગ્યા, ભારતના વીર બહાદુરો નો ઇતિહાસ છુપાવી દીધો અને જેણે ભારતની સંપતી લૂંટીને સામ્રાજ્ય જમાવ્યું એવા ગદ્દારોને ચમકાવીને ઇતિહાસ ભણાવવામાં આવ્યો, જે થી પ્રજા પોતાની સંસ્કૃતિ ભૂલી જાય. એવા પણ દિવસો આવ્યા કે જાણે માતૃભૂમિને કોડીને ભાવ વેચવા લાગ્યા, જ્યાં મલાઈ દેખાણી ત્યાં હાથ ખોલી દીધા, ત્યાં સુધી કે ભારતની ધરોહર, શ્રી રામના સમયની નિશાનીઓ પણ દાવ પર લગાવતાં ખચકાયા નહીં. હવે તો પ્રજા સાથે દેશના રક્ષકો પણ ભગવાનને પ્રાર્થવા લાગ્યા.પ્રજા એવી ત્રાસી અને કહેવા લાગી કે ભગવાન, આ તો તારી જન્મ ભૂમિ છે, હવે જો અમારી ભાળ લેવા નહીં આવે તો તારા ભજન કોણ કરશે ?
અંતે જાણે ભગવાને દયા કરી અને ઈન્દ્ર જેવા નરેન્દ્રને મોકલી આપ્યો, ઈન્દ્ર તો લોભી-સત્તા ભૂખ્યો છે, પણ નરેન્દ્ર? કોઈ લાલચ નહીં, કોઈ સત્તા ભૂખ નહીં, બસ વતનની સેવા. હવે કોઈ બખેડા નહીં. સદીઓ સુધી ભગવાન રામને ફાટેલા તંબુમાં રાખનાર અને ભક્તોને ભડાકે દેનાર સત્તાનો અંત આવ્યો અને આજે રામ લલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા, આ આપણા પર પ્રભુની દયા છે કે આવો નેતા આપણને મળ્યો. હવે ભારત વાસીઓને મારી એક નમ્ર વિનંતી છે કે, કોઈ લાલચમાં ન આવતા, આવા લોકો વારે વારે જન્મ નથી લેતા, માટે યોગ્ય નિર્ણય કરજો, આવો મોકો વારે વારે નથી મળતો.
No comments:
Post a Comment