આજે રાત્રે ટી વી ૯ પર અનાયાસજ અમદાવાદમાં નીકળનાર રથયાત્રાની પૂર્વ તૈયારી નો કાર્યક્રમ જોયો, ઓસમાનભાઈ મીર જે રજૂઆત કરતા હતા તે જોઈ સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું, આ કોઇ મસકા મારવાની વાત નથી, પણ નારાયણ બાપુને સાંભળ્યા પછી કદાચ કોઈ ભક્તિભાવ પૂર્વક ગાનાર કલાકાર નહીં પણ ભજનિક {મારા મત પ્રમાણે} હશે પણ મારા સાંભળવામાં નથી આવ્યો. જે ભાવ સહિત તેમણે ભજનો રજૂ કર્યા તે મારા માનસ પટલ અર છવાઈ ગયા, અને એમાં પણ તેમણે ગાયેલી સરગમ, આ સહજતા થી બીજા કોઈ ડાયરાના ભજનિક ગાઈ શકતા હોય તો મને ખબર નથી.
વાહ ભાઈ વાહ, ધન્યવાદ એક વડીલ તરીકે આશીર્વાદ સીવાય બીજું તો શું આપી શકું? માન્યવર સાંઈ રામ દવે ની એક રચના પણ સાંભળી, એના શબ્દો માણ્યા પછી તેમને વિનંતી કરવાનું મન થાય કે સાહેબ આપની આ કળાતો મેં પહેલીવારજ સાંભળી છે, આવાને આવા ભક્તિ ગીતો ની રચના કરતા રહો અને અમોને ભક્તિમાં તરબોળ કરતા રહો એજ અભ્યર્થના.
કેદારસિંહ જાડેજા.
ગાંધીધામ.
No comments:
Post a Comment