આજે નવરાત્રિની શરૂઆત, માંના નવલાં નોરતાં, આજથી નવ દિવસ માંનો નવો નવો ગરબો અહીં રજૂ કરતો રહીશ.
ગરબો.
ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...
મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં,ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો, ગણ નાયક ભગવાન...
સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો, ગણ ઈશ છો ગુણવાન...
ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...
હાથી કેરું મુખડું તમારું, તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...
કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન " કેદાર " જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...
ફોટો ગુગલના સહયોગથી સાભાર.
ગરબો.
ગૌરી નો લાલો

No comments:
Post a Comment