Thursday, August 13, 2020

ભાવે ભૂધર ભજું.

 

                              ભાવે ભૂધર ભજું.

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા... જેવો
પરમેશ્વર પ્રેમ પીયારા પ્રભુ,  ભજું ભાવ થકી ભૂધર હું તને.  
હર શ્વાસે શ્વાસ માં શ્યામ જપું,  અવસર આપો એવો શુભ મને...

સદા રામ ચરણ માં ધ્યાન રહે,  મારા મનમાં ગોવિંદ ગાન રહે.  
ભક્તિ રસ નો ભંડાર રહે,  અંતરમન થી કરું યાદ તને...

તારા સ્નેહ ની મુજ પર રહેમ રહે, રાધા વર રટણ નું નેમ રહે. 
વિઠ્ઠલજી વહાલો એમ રહે,  મીરાં ને મોહન જેમ મને...

નીલકંઠ સદા મારા કંઠે રહો, સદાશિવ સદા મારા હૈયે રહો.  
મૃત્યુંજય મારા મનમાં રહો, વિશ્વનાથ ન દેજો વિસારી મને...

નિત નિત અંતર માં જ્ઞાન રહે,  હરિ ભજવામાં સદા ધ્યાન રહે.  
અહર્નિશ આપનું ગાન રહે, અવળાં ઉત્પાત ન વળગે મને...

પ્રભુ અરજી "કેદાર" ની ઉરમાં ધરી, આપો અવસર મને ફરી રે ફરી, 
ભવે ભવ એવી ભક્તિ કરી, પરમ પદ આપો આપ મને...    
૨૬.૩.૨૦
રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા.
ગાંધીધામ. ૯૪૨૬૧૪૦૩૬૫.

No comments:

Post a Comment