કોણ પરખે ?
ઢાળ-જો આનંદ સંત ફકીર કરે-જેવો...
કોઈ પરખી શકે પરમેશ્વર ને,
એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે,
તો દામોદર જી દુર નથી...
સંકટ રૂષીઓના હરવાને,
પ્રગટ્યા પ્રભુજી શ્રી રામ બની,
પછી ચૌદ વરષ વન માં વિચર્યા,
આમાં કૈકેઈનું કૌભાંડ નથી..
લંકેશ વિંધાણો વેદી હતો,
દસ શીશ ચડાવ્યા શંકર ને
આતો વચન હતું જય વિજય ને, આમાં સીતા હરણ ની વાત નથી...
હણવા હરણાકંસ રાક્ષસ ને,
અવતાર ધર્યો નર સિંહ બની,
આપેલાં વચનો હજાર હતાં,
પ્રહલાદ પર બસ ઉપકાર નથી...
તેં અહલ્યા નો ઉધ્ધાર કર્યો,
શબરી નો બેડો પાર કર્યો.
કુબજાનો રૂપ ભંડાર ભર્યો,
નટખટ લાલો નિષ્ઠુર નથી..
આવે જ્યાં યાદ યશોદાની,
નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,
મોહન માયા થી દૂર નથી..
સુરદાસ સુદામા નરસૈયો,
તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા,
" કેદાર " શું તારો દાસ નથી ?...
No comments:
Post a Comment