જગ જનની
ઢાળ:- રાગ દુર્ગા જેવો
જગ જનનિ જગદંબા ભવાની, હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા, શરણાગત ને સ્વીકારો...
તું કરૂણા ની કરનારી, દુખિયા ના દુ:ખ હર નારી
તારી મૂર્તિ મંગલકારી ભવાની...
તારી શોભે સિંહ ની સવારી,
તને ભજતાં ભૂપ ને ભિખારી
માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...
તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
એને યમ કિંકર ના નડતાં ભવાની
ના હું ભાવ ભક્તિ કંઈ જાણું, તારો મહિમા કેમ પિછાણું
મને આપો ઠરવા ઠેકાણું ભવાની.
તારું નામ રહે નિત મન માં,
વીતે જીવન સમરણ સુખ માં
ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની
માં દીન " કેદાર " ઊગારો, મારી બેડલી પાર ઉતારો
મને આશરો એક તમારો ભવાની
No comments:
Post a Comment