Saturday, January 7, 2017

કુદરત નો ખેલ

કુદરત નો ખેલ

કુદરત નો ખેલ ન્યારો,
એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    
કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી રણમાં,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  
વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,  
પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  
એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

No comments:

Post a Comment