Wednesday, January 18, 2017

ગોવિંદ ગાન

ગોવિંદ ગાન

ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનમ નું ભાતું ભરી લે 
એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં,
મોહ માયાના વાદળ હટતાં
માયા છે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે,
વિપત વેળા જદુરાય ને જાચે
પાળ્યાં છે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિ લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે
સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરી ભગવાન જે ભજશે
એજ માનવ ના મોલ માનવ...

દીન " કેદાર " પર કરુણા કરજો, જીવન ભર પ્રભુ હૃદયે રમજો
બોલું તમારા બોલ માનવ...





ગૌરી નંદ ગણેશ.

રૂપ તમારું મન હરનારું, સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના,  બેઠાં બાળે વેશ

શિવ શંકરજી લાડ લડાવે,  કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ

રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે,  વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માજી, પ્રથમ સમરે ગણેશ

દીન " કેદાર " પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..

No comments:

Post a Comment