Tuesday, January 3, 2017

કાનાના કપટ 

કાનાના કપટ 

સાખી-ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ,
હવેના દાણ ચોરે છે..

સાખી-ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ ક્રીડા નું
રમાડ્યા રાસ છે કાને,  
હવે નટીઓ નચાવે છે..

કપટ કેવાં હરિ કરતો,
બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,  
વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની,
બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,  
છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,  
મહેલો માન મોટર ના
ભોળા જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  
ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  
ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,  
બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  
જો તારી મરજી વિના ના..૫

દયા " કેદાર " પર રાખી,
ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,  
પ્રભુ તુજ ગાન કરવામાં...૬

No comments:

Post a Comment