ગરબો-હેલે ચડી
હેલે ચડી આજ હેલે ચડી, અંબા ની ગરબી હેલે ચડી...
ઘેલી કરી છે માં ઘેલી કરી, માનવ મેદની ને ઘેલી કરી..
આસો માસ ની આવી નવરાત્રિ, અંબા ને આજે મળવા ની ખાતરી
સહસ્ત્ર સખીઓ ની સંગે પધારશે, હેતે કરી માં હેતે કરી...અંબાની..
શેરી વળાવી મેં સાથિયા પૂરાવ્યા, નવદુર્ગા ચોક માં નવરંગ બિછાવીયા
ચંદ્રિકા રચાવી દરવાજે દીવડી,
તોરણ કરી માં તોરણ કરી...અંબાની..
ઝીણી ઝીણી પાયલ ની સાંભળી મેં ઘૂઘરી, આવી કાં તો અંબિકા આવી ભુવનેશ્વરી
ઊમટ્યો માનવ સમાજ શરણે અંબાને, ભાવે કરી માં ભાવે કરી...અંબાની..
દીન " કેદાર " ની દેવી જગદંબા, દર્શન દેવાને આવી અવલંબા
ધન્ય કર્યું મારું જીવન જગ જનની, સ્નેહે કરી માં સ્નેહે કરી...અંબાની..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
No comments:
Post a Comment