Tuesday, October 4, 2016

ગરબો-ગરબે  ઘૂમે

ગરબો-ગરબે  ઘૂમે
                               
મારી અંબામાં ગરબે ઘૂમે છે, માંને નિરખી નિરખી ને મન ઝૂમે છે...

માંના સોળ શણગાર ની શોભા બની, જાણે આકાશી વીજળી ની ચૂંદડી બની
માંની ટીલી લલાટ જાણે ચોડી છે ચાંદની, હૈયે હાર એકાવન ઝૂમે છે...

માંએ સોના નો ગરબો શિરે ધર્યો, ગરબે સૂરજ ના કિરણો એ સાથિયો કર્યો
માની ઈંઢોણી અલબેલી મોતી એ મઢેલી, માંહી જ્યોતિ અનેરી ઝળકે છે...

માં ના નેપુર નો નાદ કંઈ નવલો બન્યો, જાણે સાતે સુરો નો એમાં સંગમ કર્યો
માં ના કેશ કલાપ ની કરવી શી વાતડી,   નાગણ નખરાળી જાણે ઝૂમે છે..

ઘૂમી ઘૂમી ને આવી મુખ પર રતાશડી, પુષ્પ ઉપર ઝાકળ જેમ પ્રસ્વ લહર પાતળિ
આંખે ઉજાગરા ની લાલી લપટાણી,         કાળી લટ માંના ગાલ ને ચૂમે છે...

દાસ જાણી ને મા દયા કરો આવડી, ગરબે ઘૂમવા ને આવો તમે માવડી
વીતે ન રાત આજ જાય ભલે જાતડી,   માંગે " કેદાર " પાય ચૂમે છે... 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment