Thursday, October 6, 2016

ગરબો-નોરતાં ની રાત

ગરબો-નોરતાં ની રાત

આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા...

આશાપૂરા માં મઢ થી પધાર્યાં,   આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં
હૈયે મારે હરખ ન માય...

સોળે શણગાર માં ને અંગે શોભે,   રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય.

ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યોનહિ નેહ જનનીનો
અંબા માં ગરબા માં જોડાય...

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે,તાલી દેતી ત્રિતાલ.

દીન " કેદાર " ની માં દેવી દયાળી,  દેજે માં ભક્તિ તારી ભાવથી ભરેલી 
રમશું ને ગાશું સારી રાત...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment