ગરબો-હ્રદયે રહેજો
અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....
મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગું હું માવડી, ચાકર ને ચરણો માં લેજો...
ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહીં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું, અંબા અધમ ને ઉગારો...
દેવી દયાળી તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળજે માવડી, દોડી દર્શન મને આપજો...
આશરો અંબા એક તમારો, અગણિત કર્યાં છે ઉપકારો
દીન " કેદાર " પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365
No comments:
Post a Comment