Sunday, May 14, 2023

માં બાપની સેવા કરો

માં બાપની સેવા કરો

ઢાળ:- માં બાપ ને ભૂલશો નહિ - ગવાય છે તેવો

સેવા કરો માં બાપ ની,-તો-   સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો,
આદર તને કોણ આપશે... 

ભૂખ્યા પિતા છે પ્રેમના,
માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ,
એને અતિ સુખ આપશે..

કરતાં અહર્નિશ પ્રાર્થના,
આપો બધું સુખ બાળને
નિજ કાજ ના કદિ’ માંગતાં,
એ ઉપાસના તને તારશે...

ભટક્યો અગર તુજ કર્મ થી, 
કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું,  
તુજ વેદના કોણ ઠારશે...

" કેદાર " એક જ પ્રાર્થના,
આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે,
એ જ્ઞાન ને ના વિસારશે..

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment