Sunday, May 14, 2023

પ્યારી દુનિયા


                                                                 પ્યારી દુનિયા

ઢાળ- દુનિયા યે ગરજ કી દુનિયા હે દુનિયાકા ભરોંસા કૌન કરે. જેવો...

દુનિયા કો પ્યાર સે દેખ જરા, નફરત કી બાતેં કાહે કરે     
સુંદર પ્યારા સર્જન હરિકા,   મતલબ સે મરઘટ કાહે કરે....   

દેવોં ભી તરસતે રહેતેં હે,  ભગવાન ભી આતે રહેતે હેં
ભારતખંડ જિસકો કહેતે હેં,  ગૌરવ ગમાર ના કાહે કરે...

તરુવર સરોવર ગિરિવર નદીયાં, પપીહા પીયુ પીયુ ગાન કરે 
મન ભાવન મયુરા નૃત્ય કરે,     નયનોમેં ના રંગત કાહે ભરે...

મીરાં ને મોહન સે પ્યાર કીયા, માધવ પર તન મન વાર દીયા.
ગોવિંદ ને કૈસા સ્થાન દીયા,     ઐસી ભક્તિ ના કાહે કરે..

સુરદાસ ને ઉંગલિ ઐસી કસી,   નટખટ નટવર મન આન બસી.   
પગ પગ પર પથપે સાથ દીયા,     તેરી નિગરાની કાહે કરે... 

"કેદાર" કી અરજી એક હરિ,   મેરી વાણી સદા હો પ્યાર ભરી    
મીઠે બોલ સે દિલમેં ભક્તિ ભરે,   કટુતા કી બાતેં કાહે કરે.....
૧૧.૯.૨૦.

ભાવાર્થ- હે માનવ, ઈશ્વર ની બનાવેલી આ દુનિયા એક અણમોલ ભેટ માનવ માટે છે, કેવી અદ્ભુત રચના પ્રભુએ કરી છે, તું એનો આનંદ લેવાને બદલે પોતાના સ્વાર્થ માટે નફરત ફેલાવે છે.

    આ ભારત ખંડ માં સાક્ષાત્ ઈશ્વરને કે દેવો ને માનવ બનીને જન્મ લેવાની લાલચ રહે છે, એવી દુનિયામાં તું ચોરાસી લાખ યોનિમાંથી ભટકતો ભટકતો અહીં માનવ જન્મ પામ્યો છે, તો એનો ઉપકાર માન, તું તારા અંદર બેઠેલા નારાયણ ને ઓળખતો નથી અને અભિમાન માં અવસર વેડફી રહ્યો છે.

    પ્રભુ ની કેવી સુંદર રચના છે, આ વૃક્ષો, આ સરોવરો, આ આકાશ ને આંબતા પહાડો, પક્ષીઓ ના કલરવ કે મયૂર ના નૃત્ય ને જો તો ખરો! કેટલી અદ્ભુત રચના છે, એને તું તારા દુષ્કર્મો થી શા માટે નરક સમાન બનાવી રહ્યો છે!

    મેવાળ ની મહારાણી મીરાં ને યાદ કર, એણે કેવી ભક્તિ કરી! કે દ્વારિકાના નાથે તેને મૃત્યુની પીડા માં થી મુક્તિ અપાવી અને પોતાના મુખ માં સમાવી લીધી. એવી ભક્તિ તું શા માટે નથી કરતો? કોઈ પણ જીવ દિલ થી ભક્તિ કરે તો પ્રભુ જરૂર તેની આરાધના સ્વીકારે છે.

   સુરદાસજી તો અંધ હતા, ખુદ ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરીને તેમની આંગળી પકડીને માર્ગ બતાવતા. કાંટા કાંકરા થી બચાવતા, સુરદાસજી પામી ગયા હતા કે આતો મારો લાલો છે, તેથી તેમણે પ્રભુને છોડ્યા નહીં અને ભગવાને તેમ ને મોક્ષ અપાવ્યો, પણ આપણે જો આવો વિશ્વાસ ન કરીએ તો એ આપણને કેમ સાંચવે ? 

    હે નાથ મારી તો એકજ અરજ છે કે મારી વાણીમાં એવી મીઠાશ ભરી દેજો કે તેના થી મારા શ્રોતાઓમાં ભક્તિ નો સંચાર થાય અને તેમના મુખ થી કદી’ પણ કટુ વચન ન નીકળે. જો બે મીઠા બોલ થી ભક્તોમાં ભક્તિ નો ભાવ ભરી શકાતો હોય તો કડવા બોલ શા માટે બોલવા!.

રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫  


 

No comments:

Post a Comment